ભીમ અગિયારસ ઉપર થશે કંઈક મોટી નવાજૂની, અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના આ જિલ્લાઓને કરશે પાણી પાણી, અંબા કાકાની ધાંસુ આગાહી…

રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સાથે નબળું પડી ગયું છે. અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. જોકે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50 ટકા રહેશે.

અંબાલાલ પટેલની આગાહી
આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતા ચોમાસુ નબળું પડ્યું છે. તેમજ અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે. તેમજ તા. 22 થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે. તે સિવાય રાજ્યમાં ચોમાસા અંગેની આગાહી કરતાં જણાવ્યું કે, ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મધ્મયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ભીમ અગિયારસ ઉપર અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભીમ અગિયારસ ઉપર મોટા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આ સાથે જ વરસાદ સાથે વીજળીના કડાકા અને ભડાકા ભારે પવન ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે.

15 થી 17 તારીખે સુધીમાં સાબરકાંઠા ,ગાંધીનગર, અરવલ્લી,ખેડા, અમદાવાદ ,આણંદ ,પંચમહાલ, દાહોદ મહીસાગર ,વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ, નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *