મે મહિનાના અંતમાં થશે કંઈક મોટી નવાજૂની, આ તારીખે વાવાઝોડા સાથે ઘાતક વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ધોતી ફાડે એવી આગાહી…
છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના વાતાવરણમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે, તો કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ અને મીની વાવાઝોડાએ કહેર વર્તાવ્યા બાદ હવે ગરમીનો પારો વધી રહ્યો છે, આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી મે મહિનાના અંતિમ દિવસોમાં કંઈક મોટી નવાજૂની થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને વાવાઝોડાને લઈને મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, ચોમાસાની પ્રથમ વાત કરીએ તો ચોમાસુ અંદબાર અને નિકોબાર ટાપુઓમાં બેસી ગયું છે. ત્યારબાદ ધીમે ધીમે ચોમાસુ દક્ષિણ ભારતમાં પસાર થઈને ગુજરાત તરફ આવશે. આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં ચોમાસું વહેલું આવવાનું અનુમાન અંબાલાલ પટેલે આપ્યું છે પરંતુ ચોમાસું આવે તે પહેલા ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડાંનું સંકટ તોળાઈ રહ્યું છે.
હાલ કામ વરસાદ આરામ આપ્યો છે પરંતુ 28 મેથી 7 જૂન સુધી ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક કમોસમી વરસાદનો રાઉન્ડ આવી શકે છે, આ વરસાદ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ કરી શકે છે. ખાસ કરીને આ દિવસો દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆત થશે એવું કહેવામાં આવે છે કે જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો એ વિસ્તારોમાં ચોમાસું સારું બેસતું હોય છે પરંતુ આ વર્ષે રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં બે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
વધુમાં અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ એટલે કે 25મે થી 7 જૂન સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક એક વાવાઝોડું સક્રિય થશે, જેની સિદ્ધિ અસર ગુજરાતમાં જોવા મળશે, આ વર્ષે ક્યારેય નહીં જોયું હોય તેવું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડશે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલ જો…