પાકને પાણી બંધ કરી દેજો, ગુજરાતમાં આ તારીખોમાં પડશે ભારે પવન સાથે તોફાની વરસાદ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી રાહતની આગાહી…

ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણકે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની મજબુત થશે, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ૨૬ મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડશે. આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. 20થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે, શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઈકોકાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું કે, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *