ગાડી વેચી બોટ લઈ લેજો, ગુજરાતના આ જિલ્લાઓમાં થશે બારે મેઘખાંગા, અંબાલાલ પટેલે કરી રોડ તોડી નાખે એવી આગાહી…
અંબાલાલ પટેલની ચોમાસાની માટેની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ગુજરાત માટે હવામાન વિભાગે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આજે સોમવારે નાવકાસ્ટ બુલેટીન જાહેર કરીને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી આપી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે.