આકાશમાં તારાઓની સ્થિતિ જોઈને અંબાલાલ પટેલે કરી વરસાદની રુવાડાં ઉભા કરે એવી આગાહી, આ તારીખથી ફરી મેઘરાજા મચાવશે તબાહી…
મેઘરાજાએ છેલ્લા 20 દિવસથી વિરામ લીધો છે. હાલ તો કૃષિ પાકને પાણીની જરૂર છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલ તો સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ નથી. અપર લેવલ પર ભેજનું પ્રમાણ ઓછું છે. જેના કારણે વરસાદનું જોર ધીમું પડયું છે. અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આવી શકે તેવું અનુમાન છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે એક દિવસ પછી ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ઓગસ્ટમાં અગસ્ત્યના તારાનો ઉદય થતો હોવાથી વરસાદ હવે હેલી બંધ ન થાય, પરંતુ અલગ-અલગ ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. જ્યારે વરસાદ ગયો નથી. અગસ્ત્યના ઉદય બાદ નદી સરોવર નિર્મળ થતા હોય છે. તેના ઉદય પછીનું પાણી સારું ગણાતું હોય છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ઉપરના લેવલમાં ભેજ ન હોવાથી વરસાદને બ્રેક લાગી છે. પરંતુ આજથી હવામાન પલટાઇ જશે. 22 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ 23 ઓગસ્ટ થી 27 ઓગસ્ટના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે.
24 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. 27 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરુઆતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે.
આકાશમાં તારાઓની સ્થિતિ જોઈને અંબાલાલ પટેલે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થવાનું અનુમાન છે. આ તારીખથી મેઘરાજા ફરી મહેરબાન થઈ શકે છે.