મૂંગા પશુઓને સાચવજો, સૌરાષ્ટ્ર સહિત આ 15 જિલ્લાઓમાં પડશે વિનાશક વરસાદ, હવામાન વિભાગે આપ્યું હાઈ એલર્ટ, જાણી લો નહીં તો…
ગુજરાતમાં વરસાદે ફરીથી રંગ રાખ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, રાજ્યમાં અત્યંત ભારે વરસાદથી લઇને સામાન્ય વરસાદ વરસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે શનિવારે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. તથા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે મંગળવારે સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બુધવારે પાટણ, અમદાવાદ, આણંદ માટે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુરૂવારે પોરબંદર અને દ્વારકા માટે અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી જશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ આ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધશે. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે. સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.