સરદાર સરોવર ડેમની જળ સપાટી પહેલી વખત 134 મીટરને પાર, ભયજનક સપાટીથી ફક્ત આટલા મીટર દૂર, આ વિસ્તારોને અપાયું હાઈ એલર્ટ…

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુબિરમાં 5 ઈંચ, આહવામાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. ધરમપુર અને ખેરગામમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. અંકલેશ્વરમાં 3, સુરતના માંગરોળમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. 6 તાલુકાઓમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 11 તાલુકાઓમાં 2 ઈંચ જેટલો વરસાદ, જ્યારે 14 તાલુકાઓમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો અને 42 તાલુકાઓમાં એકથી સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં મેઘરાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સરદાર સરોવર ડેમની જળ સપાટી પણ વધી ગઇ છે. આજે નર્મદા ડેમની સપાટી 134.12 મીટરે પહોંચી ગઇ છે. નોંધનીય છે કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138 મીટર છે.

મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. જેના કારણે હવે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. હાલ ઉપરવાસમાંથી 40,230 ક્યુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની ભયજનક સપાટીથી હવે ફક્ત 4.82 મીટર દૂર છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમ માં 4338.20 mcm (મિલયન ક્યુબીક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમની સપાટી 134.12 મીટર નોંધાઇ છે. જે મહત્તમ સપાટીમાં 4.56 મીટર બાકી છે.

ઉકાઈ ડેમની સ્થિતિની વતા કરીએ તો, હાલની સપાટી 334.78 ફૂટ છે. જ્યારે ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં 15220 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે, જ્યારે 800 ક્યુસેક જાવક છે.

અંબિકા નદીની હાલની સપાટી 12 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 29 ફૂટ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પુર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. પુર્ણા નદીની હાલની સપાટી 18 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *