રસ્તાઓ બેટમાં ફેરવાશે, ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં તોફાની પવન સાથે અત્યંત ભારે વરસાદ પડવાની અંબાલાલની જમીન ફાડી નાખે એવી આગાહી…

સમગ્ર દેશમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ગુજરાતની વાત કરીએ તો છેલ્લા દોઢ મહિનાથી સંપૂર્ણ તે વરસાદે વિરામ આપ્યો હતો પરંતુ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમને કારણે ફરી એકવાર ગુજરાતમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં તોફાની પવન સાથે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમ હાલ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ સિસ્ટમ હાલ મધ્યપ્રદેશને લાગુ ગુજરાતના બોર્ડરના જિલ્લાઓમાં પહોંચી છે. દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન લાગુ બોર્ડરના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકમાં આ વરસાદની તીવ્રતામાં ભારે વધારો જોવા મળી શકે છે.

સક્રિય સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સિસ્ટમનો ઘેરાવો એટલો બધો છે કે તે સંપૂર્ણ ગુજરાતને આવરી શકે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા હોવાને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારો અને દરિયો ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે આજથી 20 તારીખ સુધી ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા આપી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેને કારણે રસ્તાઓ બેટમાં પણ ફેરવાઇ શકે છે. આગામી દિવસોમાં પવનના જોરમાં પણ વધારો થઈ શકે છે, કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાઇ શકે છે.

આગામી 24 કલાકમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, આહવા, ભરૂચ, નર્મદા, તાપી, દમણ, દાદરા નગર હવેલી, મહીસાગર, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, નડિયાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની અંબાલાલ દ્વારા મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *