નદીઓના પાણી ઘરમાં ઘૂસી જશે, અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતમાં આ વિસ્તારોમાં ધોડાપૂર આવે તેવા ભારે વરસાદની કરી નવી મોટી આગાહી…
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. હજુ પણ આવતા દિવસોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં નદીઓમાં ઘોડાપૂર આવે તેવા ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આગાહી વિશે અમે તમને આ લેખમાં વિગતવાર માહિતી જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
હવામાન વિભાગની આગાહી પર પ્રથમ નજર કરીએ તો હજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 23 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત નજીક એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ સક્રિય થયો છે. ત્યારે હવે અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.
અંબાલાલ પટેલ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે સમુદ્ર કાઠે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં તાપમાન ઊંચું રહેવાના કારણે મોટી હલચલ થઈ શકે છે. સામાન્ય રીતે ચોમાસાના સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. જેને કારણે તોફાની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતો હોય છે.
અંબાલાલ પટેલે કેટલાક પરિબળોનું નિરીક્ષણ કર્યા બાદ આગાહી કરતા જણાવ્યું છે કે 23 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ ભારે પવન સાથે પુર આવે એવા ધોધમાર વરસાદ પડવાની અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની પેટનમાં ઘણા બદલાવો જોવા મળ્યા છે. દર વર્ષની જેમ ચોમાસાની નિયમિત પેટર્ન જોવા મળી રહી નથી. ગુજરાતમાં વાવાઝોડા આવ્યા બાદ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં અલગ અલગ લો પ્રેશરો સક્રિય થઈ રહ્યા છે. બંગાળના ઉપસાગરમાં 1002 મિલિબાર રહી શકે છે. જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત ઉપર કંઈક નવાજૂની થવાના એંધાણ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે.