આનંદો! સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજિયનમાં આ તારીખથી વરસાદના નવા ઘાતક રાઉન્ડની અશોક પટેલની મોટી આગાહી…
ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા નારાજ થયા હોય તેવું લાગ્યું હતું પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગના મૂડમાં આવ્યા છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં આ તારીખથી ઘાતક વરસાદના રાઉન્ડની મોટી આગાહી વ્યક્ત કરી છે. જેની વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.
હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં બહોળું લો પ્રેશર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, તો આ સાથે જ ચોમાસુ ધરી સહિતના કેટલાક પરિબળો પોઝિટિવ જોવા મળી રહ્યા છે. જેને કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ દિવસે ત્રણ ઇંચ સુધી તો કેટલાક વિસ્તારોમાં પાંચ ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સાથે ગુજરાત રિજીયનમાં બેથી આઠ ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
લાંબા વિરામ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, અશોકભાઈ પટેલ દ્વારા આગામી 23 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ ઓડીસા છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં તબાહી મચાવી રહ્યું છે તે હવે ધીમે ધીમે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને પરિબળો પોઝિટિવ થવાને કારણે ગુજરાતમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થશે.
આગાહી સમય દરમિયાન ચોમાસુ ધરી 1.50 કીમીના લેવલે નોર્મલ કે નોર્મલથી દક્ષિણે રહી શકે છે અને તેનો પશ્ચિમ છેડો આવતા દિવસોમાં ગુજરાત સુધી લંબાઈ શકે છે. જેની અસરને કારણે ગુજરાતમાં 16 થી 23 સપ્ટેમ્બર સુધી અલગ અલગ દિવસે સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો આ સાથે જ અનેક ભાગોમાં વરસાદના એકથી વધુ રાઉન્ડ પણ આવી શકે છે.
અશોકભાઈ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છને લાગુ વિસ્તારોમાં અલગ અલગ દિવસે છૂટો છવાયો 35 થી 75 mm એટલે કે દોઢથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ભારે વરસાદ વાળા વિસ્તારોમાં 75 થી 125 mm એટલે કે ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. સાથે ગુજરાત રીજીયનમાં રાજ્યમાં અલગ અલગ દિવસે 50 થી 100 mm એટલે કે બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડશે. જ્યારે વધુ વરસાદ વાળા વિસ્તારોમાં 100થી 200mm એટલે કે ચાર થી આઠ ઈંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. આ સાચી માહિતીને વધુમાં વધુ શેર કરજો.