આનંદો! અંબાલાલ પટેલે કહ્યું આ તારીખથી ગુજરાતમાં એકાએક ઘટી જશે વરસાદનું જોર, જાણી લો ફટાફટ…
ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારે પડ્યો છે. જેમાં જુનાગઢ અને નવસારીમાં એક સાથે આભ ફાટ્યું હતું અને 20 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. જુનાગઢના ઇતિહાસના 40 વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતમાં સતત 15 દિવસથી પડી રહેલા વરસાદના કારણે હવે લોકો અને ખેડૂતો મેઘરાજા પાસે આરામ માગી રહ્યા છે.
ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે વરસાદનું જોર ઘટવાની મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે. ગુજરાત ઉપર હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે. તેની અસર આગામી એક દિવસ સુધી જ જોવા મળશે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હાલ જે સિસ્ટમ સક્રિય છે તેનું વહન હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ જશે. જેમાં દ્વારકા, જામનગર, કચ્છ અને પાકિસ્તાનના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગુજરાતના બાકીના ભાગોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 28 29 અને 30 તારીખ સુધીમાં હાલ આ સિસ્ટમ સંપૂર્ણ રીતે શાંત બની શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ગુજરાતની જનતા ત્રાહિમાન બની છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે વરસાદનું જોર ઘટવાની મોટી આગાહી વ્યક્ત કરીને સારા સમાચાર આપ્યા છે. ગુજરાતના ખેડૂતો અને આમ જનતા માટે આ એક આનંદના સમાચાર માની શકાય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 4 તારીખ પછી ગુજરાતમાં વરસાદનું જોર એકાએક ઘટી શકે છે. 15 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ આપી શકે છે અને ત્યારબાદ 16 ઓગસ્ટથી બીજી એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે.