ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં ક્યાં ખાબકશે આફતનો વરસાદ, હવામાન વિભાગની ભયાનક આગાહી…
સમગ્ર ગુજરાતમાં આજ વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમને કારણે આગામી બે દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓમાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ સવાર સુધીમાં ગુજરાતના 149 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે પંચમહાલમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 17 તારીખે અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
19 તારીખની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. 20 તારીખે બુધવારે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે. સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વરસાદની શક્યતા અપાઇ છે.