સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર પ્રવેશ થતાં આ ભાગોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલની રુવાડાં ઊભા કરે એવી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં 85 ટકાથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદનું જોર ધીમું પડ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં આખા ઓગસ્ટ મહિનામાં સંપૂર્ણપણે વરસાદે વિરામ જાહેર કર્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સૂર્યનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થતા રાજ્યના આ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ નિજ શ્રાવણ સુદ-15, ગુરૂવારને તારીખ 31/08/2023ના રોજ થશે. સૂર્ય જ્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે વાહન મયુર એટલે કે મોરનું રહેશે. આ વર્ષે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદના સારા યોગ દેખાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ફરી એકવાર મેઘરાજા ધમધમાટ બોલાવી શકે છે.
અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં બંગાળની ખાડીમાં મોટી એક સિસ્ટમ બનવાની આગાહી આપી છે. જેને કારણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના શરૂઆતમાં જ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ આ દિવસો દરમિયાન પવનનું જોર પણ વધારે જોવા મળશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની સાયકલમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. જેને કારણે ચોમાસાના શરૂઆતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ગત બે નક્ષત્ર દરમિયાન વરસાદનું જોર ગુજરાતમાં ધીમું પડ્યું છે. પરંતુ ફરી એકવાર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ ગુજરાતને પાણી પાણી કરી શકે છે. આ નક્ષત્ર દરમિયાન આફતનો વરસાદ પડવાની પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક સારામાં સારો ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના શરૂઆતના દિવસોમાં અને અંતિમ દિવસોમાં ગુજરાતમાં તીવ્ર વરસાદી માહોલ રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.