વરસાદ ખેડૂતોને લોહીનાં આંસુએ રડાવશે, ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું આ તારીખે નિષ્ક્રિય થશે, પરેશ ગોસ્વામીની ચિંતા વધારે એવી આગાહી..

11 જૂને ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું પહોંચ્યું છે. આ દરેક માટે ખુશીના સમાચાર છે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રવેશેલા ચોમાસા અંગે એક મહત્ત્વની આગાહી કરી છે. તેમના પૂર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ‘મોન્સૂન બ્રેક’ની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. ચોક્કસ મોન્સૂન બ્રેકની વાત ઘણી મહત્ત્વની છે. પરંતુ સૌ પહેલા તે વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે આ મોન્સૂન બ્રેક છે શું? કઇ-કઇ તારીખ દરમિયાન આ સ્થિતિનું નિર્માણ થશે અને ફરી ચોમાસું ક્યારે સક્રિય થશે, તે અંગે પણ પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે. ચાલો, જાણીએ ચોમાસા અંગે મહત્ત્વનું અનુમાન…

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં ચોમાસા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાએ સમય કરતાં 4 દિવસ વહેલું પ્રવેશ કર્યો છે. પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતાની સાથે એક મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તેવી પણ શક્યતાઓ છે.

આ વર્ષે બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઇ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઇ શકે છે. ચોમાસું બીજા વિસ્તારોમાં આગળ વધે તે પહેલા બ્રેક લાગશે. મોન્સૂન બ્રેક લાગે એટલે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હોય ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઇ જાય.

આમ, છેલ્લા બે દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાતા હતા. અરબી સમુદ્રની સિસ્ટમને લઇને સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં વરસાદ નોંધાયા છે. હજુ 12 તારીખે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાઇ શકે અને 13 તારીખ સવાર સુધી પણ આ દોર થયાવત રહેશે. અત્યાર સુધી જે રીતે ચોમાસું દે ધનાધન ચાલ્યું તે પ્રમાણે કદાચ સૌરાષ્ટ્રમાં આગળ નહીં ચાલે. બે-ત્રણ દિવસનો વિરામ પણ આવી શકે છે. ભલે નૈઋત્યનું ચોમાસું બેસું ગયું પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિત વરસાદ નહીં જોવા મળે. સર્વાત્રિત વરસાદનો દોર 16 જૂનથી થઇ શકે છે.

ચોમાસાનો પ્રવેશ થઇ ગયો છે પણ હવે 24 કે 36 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોમાં છૂટાછવાયા વરસાદ નોંધાય અને તે પછી મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મોન્સૂન બ્રેક થશે તો પછી 16-17 તારીખથી ફરીથી સક્રિય થઇને આગળ ચાલશે. જો સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં મોન્સૂન બ્રેક થાય તો પછી અરબી સમુદ્રમાં ફરીથી લો પ્રેશર બને અને તે લો પ્રેશરને કારણે ફરીથી ચોમાસું આગળ વધે તેવી આશા આપણે રાખી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *