પગ નીચે રેલો આવશે, 3, 4 અને 5 તારીખે ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે વિનાશ, 30 ઇંચ વરસાદની હવામાન વિભાગની સાવજના ટાંટિયા ધ્રૂજાવે એવી આગાહી…
રાજ્યમાં વરસાદની નવો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ત્યારે 3, 4 અને 5 તારીખમાં ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે.
3 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
4 તારીખના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5 તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આગાહી અનુસાર, ગુજરાતના છુટા છવાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.