લાપસીના આંધણ મૂકી દો, 23થી 29 તારીખમાં રાજ્યના આ ભાગોમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની અશોક પટેલની દિલ ખુશ કરે એવી આગાહી…

હાલ ની સ્થિતિ: મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.

નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.

ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે. નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા,

તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *