ખેડૂતોનો તૈયાર માલ બગડશે, ગુજરાતના આ ભાગમાં 200 કિ.મી.ની ઝડપે ફૂંકાશે ઘાતકી વાવાઝોડું, અંબાલાલ પટેલે કરી જીવ તાળવે ચોંટે એવી આગાહી…
ચોમાસાના શરૂઆતથી જ આ વર્ષે ગુજરાતમાં કંઈક નવાજૂની જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસાના શરૂઆતમાં બીપોર જોય નામનું વાવાઝોડું આવ્યું હતું. જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી હતી. પરંતુ ત્યારબાદ હવે ઓક્ટોબર મહિનામાં ફરી એકવાર ઘાતક વાવાઝોડું આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મોટા આગાહીકાર અને વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં અને અરબી સમુદ્રમાં ઘાતક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આગામી 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને બે ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં ખેંચાઈને આવશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આ સિસ્ટમ 12 ઓક્ટોબર સુધીમાં ભીષણ વાવાઝોડામાં પરિણમશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે 2018ની સાલમાં ગુજરાતમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ચારે તરફ વિનાશ કર્યો હતો. સંખ્યાબંધ લોકો અને જાનમાલને નુકસાની જોવા મળી હતી. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા પ્રકારની નવાજૂની થવાની આગાહી વ્યક્ત કરી છે.
આ સિસ્ટમ અરબ સાગરમાં બનશે અને તેનો માર્ગ ગુજરાત-ઓમાન તરફનો રહી શકે છે. તેના માર્ગ વિશે ચોક્કસ માહિતી આપવી હજુ શક્ય નથી. સક્રિય થતા આ વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની રહી શકે છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. અરબી સમુદ્રમાં 30 સપ્ટેમ્બરથી હલચલ જોવા મળશે. આ હલચલને કારણે ચાર થી 12 ઓક્ટોબરની વચ્ચે તીવ્ર વાવાઝોડું સક્રિય થશે.
જે મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે 150 થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુકાશે. જેને કારણે ગુજરાતમાં તૈયાર પાકનો સંપૂર્ણ રીતે નાશ થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર ગણી શકાય છે. આ ચક્રવાત બાદ 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં થશે. એટલે કે એકંદરે ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં કંઈક મોટી નવાજૂની થશે તેવું અનુમાન અંબાલાલ પટેલ વ્યક્ત કર્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.