તૈયાર પાક બગડશે, હાથિયા નક્ષત્રમાં ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું, આ ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી છાપરા ઉડાડે એવી આગાહી…
જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. તેમજ 15 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ જોવા મળશે. સાથે ગુજરાતમાં કયા નક્ષત્રમાં વાવાઝોડું આવશે તેવું અનુમાન અંબલાલ પટેલે લગાવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં 15 તારીખથી છૂટો છવાયો તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ પડવાની આગાહી કરી છે. તેમજ તારીખ 18 થી 21 માં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
પૂર્વ ગુજરાતનાં ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, સાબરકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાનાં ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયોથી ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢ અને ભાવનગરનાં કેટલાક ભાગોમાં તોફાની ભારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીદ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ 10 ઓક્ટોમ્બરથી 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયોથી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.