અંબાલાલ પટેલે કરી હચમચાવી નાંખે એવી આગાહી! ગુજરાતમાં ખતરનાક સિસ્ટમ એક્ટિવ થતાં અહીં તૂટી પડશે વરસાદ, સર્જાશે પુરની સ્થિતિ…
ગઈકાલે સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થતાં અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. 8 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સતત વરસાદનું જોર રહશે. ગુજરાત ઉપર હાલ એક ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે. જેથી કારણે પુર અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે તેવી આગાહી આપી છે.
નક્ષત્ર બદલાતા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી તીવ્ર ભેજવાળા પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ પાંચ દિવસ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે અનરાધાર વરસાદ પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમ ઉત્તર ભારત અને પૂર્વ ભારત તરફ ગતિ કરી રહી હતી. પરંતુ આ સિસ્ટમની દિશામાં અચાનક વળાંક આવતા હવે તે પશ્ચિમ ભારત તરફ ગતિ કરી રહી છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતના હાલ બે હાલ થઈ શકે છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે 4 ઓગસ્ટ થી 9 ઓગસ્ટની વચ્ચે વરસાદનો ચોથો ખતરનાક રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે પંચમહાલ, દાહોદ, ગોધરા, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે સાબરમતી નદી અને નર્મદા નદી બે કાંઠે વહી શકે છે.
આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ 8 ઓગસ્ટ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે. જેમાં વલસાડ, આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની શક્યતા આપી છે. આ સિસ્ટમમાં 12 અને 13 ઓગસ્ટે પણ વરસાદની શક્યતા છે, ત્યારબાદ 16 અને 17 તારીખે મઘા નક્ષત્ર દરમિયાન ફરી એકવાર ગુજરાતનો ઘાતક વરસાદનો રાઉન્ડ આવી શકે છે.
આ ખતરનાક સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ થી વધારે વરસાદ પણ ખાબકી શકે છે. મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવશે. અરબી સમુદ્રમાંથી ભારે ભેજવાળા પવનો પશ્ચિમ ભારત ફૂંકાઈ રહ્યા છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની શક્યતા આપી છે. ભારે પવનને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોનો દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.