પિયત શરૂ કરી દેજો, હજુ આ તારીખ સુધી ગુજરાત રહશે કોરું ધાકડ, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…
હવામાન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનો છેલ્લા 15 વર્ષમાં પહેલી વખત કોરો જોવા મળ્યો છે. જૂન અને જુલાઈ મહિનામાં આ વર્ષે સીઝનનો મોટાભાગનો વરસાદ પડી ગયો છે. જેને કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદી તાણ જોવા મળી છે. ત્યારે હવે આગામી સમયમાં ક્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થશે? ક્યારે વરસાદ આવશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટું અનુમાન લગાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે પિયત શરૂ કરી દેજો, હજુ આ તારીખ સુધી ગુજરાત રહેશે કોરું ધાકડ.
અંબાલાલ પટેલએ કરેલ આગાહી અનુસાર મઘા નક્ષત્રના શરૂઆતમાં વરસાદની સંભાવના હતી. પરંતુ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ તરફ ગતિ કરશે. જેના કારણે ફક્ત મધ્યપ્રદેશના નજીકના જિલ્લાઓમાં જ છૂટો છવાયોથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. જેને કારણે આગામી દિવસોમાં હજુ ગુજરાતમાં વરાપ જોવા મળી શકે છે.
ગુજરાતના 75 ટકા વિસ્તારોમાં ચોમાસાના વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે. પરંતુ ઓગસ્ટ મહિનાના શરૂઆતથી વરસાદ ન મળતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ખેડૂતોને ચિંતામાં મૂકે તેવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 27 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદના કોઈ યોગ જોવા મળી રહ્યા નથી.
અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં 20 અને 21 ઓગસ્ટ ફક્ત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડશે અને ત્યારબાદ છેક 27 તારીખે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદ પડશે. ત્યાં સુધી હાલ વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી.
અંબાલાલ પટેલે ખેડૂતોના હિતમાં વાત કરતા જણાવ્યું છે કે હાલ પિયતની તૈયારીઓ શરૂ કરી દેજો. ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. ફક્ત કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડશે. જેને કારણે ચોમાસુ પાકને પાણીની જરૂર પડી શકે છે. આ માટે ખેડૂતોને પીયતની તૈયારી કરવી ખૂબ જ હિતાવહ રહેશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.