ડીજે વગાડી જાહેર કરી દો, 23થી 28 તારીખ સુધીમાં ગુજરાતના આ 20 જિલ્લાઓમાં કડાકા ભડકા સાથે પડશે તોફાની વરસાદ, હવામાન વિભાગે કરી લાલચોળ આગાહી…

ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે એટલે કે, શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. બે સાઇક્લોનિક સિસ્ટમ બની છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ગાજવીજની આગાહી છે. આ સાથે આગામી ત્રણ દિવસ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકે ગુરૂવારે કરેલી આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં સાત દિવસ વરસાદનું પુર્વાનુમાન છે. આજે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમમાં પણ ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. 

રવિવાર માટે એટલે શીતળા સાતમ માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, પંચમહાલ અને છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવી છે.

હવામાન વિભાગે સોમવાર એટલે કે જન્માષ્ટમી માટેની આગાહી જણાવતા કહ્યુ છે કે, ભાવનગર, નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે બુધવારે એટલે સાતમા દિવસે મહેસાણા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

મોસમ વૈજ્ઞાનિકે મંગળવાર માટેની આગાહીમાં સુરેન્દ્રનગર, બોટાદ પાટણ, અમદાવાદ, ગાંધીનગર,આણંદમાં અતિભારે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ, મહેસાણામાં તથા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે બુધવારે એટલે સાતમા દિવસે મહેસાણા, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *