લોકોનાં જીવ તાળવે ચોંટયા, ગુજરાતના આ વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાએ સૌથી વધારે તબાહી મચાવી…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ખૂંખાર બીપોર જોય વાવાઝોડાએ ગુજરાતના આ વિસ્તારોમાં કહેર વરતાવ્યો છે. ગઈકાલે સાંજે 7:00 વાગે બીપોર જોય વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ટકરાયું હતું. અતિશક્તિશાળી વાવાઝોડાએ સૌપ્રથમ કચ્છને ભારે માત્રામાં ધમરોળ્યું છે. હજુ પણ આ વાવાઝોડાની તીવ્ર અસર દેખાઈ રહી છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર જખૌ બંદરની આસપાસ વાવાઝોડુ લેન્ડફોલ થયું હતું. જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થયું ત્યારે 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદ ખાબક્યો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બીપોર જોય વાવાઝોડું કચ્છમાં અથડાયા બાદ નબળું પડ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડાને કારણે 940 ગામડાઓમાં વીજપોલ પડી જવાના કારણે વીજળી ગુલ થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે.
રાહત કમિશનરના અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 524 વૃક્ષો ધરાશઈ થયા છે. તો ભારે પવનને કારણે 25 પશુઓના કમ કમાટી ભર્યા મોત જોવા મળ્યા છે. બિપોર જોય વાવાઝોડા થી ગુજરાતમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં સૌથી વધારે વાવાઝોડાએ તબાહી મચાવી છે.
વાવાઝોડાના કારણે વહેલી સવારથી જ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વીજપોલ તૂટી પડ્યા છે. અને ગામડાઓમાં વીજ પુરવઠો ખોવાયો છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66 KVના 36 સબ સ્ટેશન બંધ થયા છે. 11 kvના 2442 કીડર બંધ પડ્યા છે. 6394 જેટલા વીજળીના થાંભલા ભાંગી પડ્યા છે. વાવાઝોડાની તીવ્ર અસરને કારણે કચ્છના 144 દ્વારકાના 225 ગામડાઓમાં વીજળીનો પુરવઠો ખોવાઈ ગયો છે.