ગુજરાતમાં વરાપ અને વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ કરી ઊંઘ ઉડાડે એવી આગાહી, આ બાબત ચિંતા વધારશે? જાણી લો ફટાફટ…
સમગ્ર ગુજરાત સહિત દેશમાં જુલાઈ મહિનામાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ વરસાદે કેટલાક વિસ્તારોમાં આંશિક રહેત આપી છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અને મોટા આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડી માંથી આવી રહેલ એક ઘાતક સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ સાથે તેમણે રજ્યમાં વરાપને લઈને પણ મોટી જાણકારી આપી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ દેખાઈ રહી નથી. જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હતી. તે હવે ઉત્તર અને પૂર્વના ભાગો તરફ ખસી છે. જેને કારણે ગુજરાત ઉપરથી મોટી ઘાત ટળી છે. તેમણે ઓગસ્ટમાં રહેનારા હવામાન અંગે વાત કરી છે. જેમાં વરાપ, વરસાદ અને પવનની જાણકારી આપી છે. તેમણે હાલ રાજ્યના તમામ જિલ્લાઓમાં પવનની ગતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
10 ઓગસ્ટ સુધી પવનની ગતિ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરીને તેમણે કહ્યું છે કે, કેટલાક ભાગમાં પવનની દિશા પશ્ચિમની તો કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમની રહી શકે છે. પરેશ જણાવે છે કે, પવનની ગતિ 7 અને 8 તારીખ દરમિયાન વધી શકે છે. આ દિવસો દરમિયાન 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વધુમાં વરસાદ વિશે જણાવ્યું છે કે રાજ્યમાં માત્ર છુટા છવાયાથી મધ્યમ ઝાપટા પડશે. હાલ કોઈ મોટી સિસ્ટમની શક્યતાઓ દેખાઈ રહી નથી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરાપ જેવો માહોલ રહેશે. અગાઉ ચોમાસાની ધરી ગુજરાતની નજીકથી પસાર થતી હતી જેના કારણે ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, હવે તે ધરી પંજાબથી પશ્ચિમ બંગાળ તરફ લંબાઈ છે. ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
વધુમાં નિષ્ણાત પરેશ જણાવે છે કે 12 તારીખ પછી પણ મારું માનવું છે કે વરાપ જોવા મળી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હમણાં 12 તારીખ પછી તાત્કાલિક કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાતી નથી. વરસાદની ધરી ઉત્તર તરફ ખસી ગઈ હોવાથી 12 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ આપી છે. કેટલાક વિસ્તારોમાં સમયસર વરસાદ ન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે.