થન્ડર સ્ટ્રોંમ સક્રિય થતાં રાજ્યના આ ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પરેશ ગોસ્વામીની છોતરા કાઢે એવી આગાહી…
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ધીમુ પડ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી પાંચ દિવસમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થતા ફરી ભાગોમાં વરસાદ તબાહી મચાવી શકે છે.
પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમના લીધે ભારે વરસાદ પડશે, તો હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 20 ટકા વિસ્તારોમાં હજુ વરસાદની અછત જોવા મળી રહી છે. પરંતુ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચિંતા કરવાની ના પાડી છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થઈ છે. જેને કારણે હાલ રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. ભેજનું પ્રમાણ એકા એક વધી જતા રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે તેવું અનુમાન પરેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટીને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં 25 સપ્ટેમ્બર સુધી થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટીને ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારમાં ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં આફતનો વરસાદ પડતા ખેતી પાકોને નુકસાની જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જીવનદાન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.