બિસ્તરા પોટલાં બાંધી લેજો, આગામી 7 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન રહેજો, 30 ઇંચથી વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની ધોળા દિવસે આભ ફાડે એવી આગાહી…

રાજ્યમાં વરસાદની ગતિ મંદ થતા બફારા અને ઉકળાટનું પ્રમાણ વધ્યુ હતુ. ત્યારે ગુરુવારના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડતા શહેરીજનોને ગરમીમાંથી થોડો છુટકારો મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આવનારા સાત દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા શુક્રવારે નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ અને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રવિવારે દાહોદ,મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સોમવારે વડોદરા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી, બીજી તરફ પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીરસોમનાથ, દીવ, કચ્છ, ગાંઘીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં વરસાદ ન થતા તાપમાનનો પારો વધી 36 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સાથે ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ત્યારે ગઇકાલે રાત્રે વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને તાપમાનનો પારો બે ડિગ્રી જેટલો ઘટી 34.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *