હવે પાક્કુ બિસ્તરા પોટલાં બાંધી લેજો, અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના આ જિલ્લાઓમાં કરશે સત્યાનાશ, 30-30 ઇંચ વરસાદની અંબાલાલ પટેલની કાળમુખી આગાહી…
ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક વરસાદ થયો છે. ક્યાંક અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદી મોહલ યથાવત રહેશે. જુલાઈની શરુઆતથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના અલગ અલગ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ છે કે, હવે વાદળનો મોટો સમુહ મધ્યપ્રદેશ થઇને ગુજરાત આવી રહ્યો છે. ઉતર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ પુરનો ખતરો બની રહેશે. ત્રણ ઓગસ્ટથી સિસ્ટમ મજબૂત બનશે. બીજી ઓગસ્ટના રોજ બંગાળ ઉપસાગરનુ વહન લો પ્રેશર વેલ માર્ક સક્રિય થઇ રહ્યુ છે. જેના કારણે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સક્રિય થશે અને 998 મીલીબારનું પ્રેશર રહેશે. તો ગુજરાત ઉપર 1000થી 1002 મીલીબારનું પ્રેશર બનશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વલસાડના ભાગોમાં પુરની સ્થિતિ નિર્માણ થઇ શકે છે, નવસારીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉતર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. આ વહન મોટું છે. જેના કારણે ગુજરાતમાં 30-30 ઇંચ સુધી વરસાદ થશે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 6 અને 7 ઓગસ્ટના બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અમુક ભાગમાં ભારે વરસાદની શક્તા રહેશે. 10થી 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્તા રહેશે.
14થી 16 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ના સહિત ઘણા ભાગમાં વરસાદ થશે. 19થી 22 ઓગસ્ટના વરસાદી ઝાંપટા પડશે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ છડે ત્યાં વરસાદ પડે. 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાંપટા પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદના કારણે નર્મદાના જળસ્ત્રમાં વધારો થશે. તાપીના જળસ્ત્રરમાં પણ વધારો થશે ઉતરપૂર્વ દેશના ભાગોની નદીઓ અને મધ્યપ્રદેશની નદીમાં પૂર આવશે. સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે.