પોટલાં બાંધી લેજો, સપ્ટેમ્બર મહિનામાં કેવો/કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી છાતી ધ્રુજી ઉઠે એવી આગાહી….

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે . રાજ્યમા 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે.

મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઈંચ વરસાદની આગાહી છે.. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. દક્ષિણ ગુજરાતમા 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે આ સાથે 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમબર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે.. તેમણે 2 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ફરીએકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.. 12 થી 15 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ની આગાહી.

આ તરફ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પાટણ શહેરમાં પોણા ચાર ઇંચ ખાબક્યો હતો. આ સાથે મહેસાણાના કડી તાલુકામાં સાડા ત્રણ ઇંચ, ચાણસ્મા અને ધાનેરા તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા તેમજ ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજે 6 થી રવિવાર સાંજે 6 સુધીના 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે નવ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યાં નીચાણના રસ્તાઓમાં ભરાયેલા પાણી ઓસર્યા નહોતા, ત્યાં રાત્રિ દરમ્યાન વરસાદથી ફરી ભરાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *