પોટલાં બાંધી તૈયાર રહેજો, ગુજરાતમાં 11 તારીખથી આ જિલ્લાઓમાં પડશે 40 ઇંચથી વધુ વરસાદ, અંબાલાલ પટેલે કરી જીભ ગોટો વાળે એવી આગાહી….
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું કે, ગુજરાતમાં આ વખતનું ચોમાસું કાંઈક અલગ છે. રાજ્યભરમાં ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 તારીખથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. હમણાં એક ડીપ ડિપ્રેશન સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો અને ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ક્યાંક તો 40 ઇંચ જેટલો વરસાદ પણ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અહીં પૂરની સ્થિતિનું પણ નિર્માણ જોવા મળી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 10 કે 12 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે. નર્મદા નદીના જળ સ્તરમાં વધારો જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના લીધે પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. પંચમહાલના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 11 તારીખથી પંચમહાલના હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત હિંમતનગર, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.
આ સાથે અંબાલાલે જણાવ્યું કે, 17-18 સપ્ટેમ્બરના રોજ પણ એક સિસ્ટમ સક્રિય થશે. 22થી 26 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલની 24 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી
બિહાર, ઓરિસ્સા, વિશાખાપટ્ટનમના માર્ગો અને ઝારખંડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ક્યાંક તો 24 ઇંચ જેટલો વરસાદ પણ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.