થેલા ભરી લેજો, ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે વરસાદનો નવો ખતરનાક રાઉન્ડ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી ન કરવાની આગાહી…

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે. આગામી 12 કલાક સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના આપી છે. ત્યારે હવે હવામાન વિભાગની અને અંબાલાલ પટેલની વરસાદના ચોથા રાઉન્ડને લઈને મોટી આગાહી સામે આવી છે. વરસાદના ચોથા રાઉન્ડમાં કેવો વરસાદ પડશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે.

હવામાન વિભાગની આગાહી પણ નજર કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ફક્ત 24 કલાકમાં જ ભારે વરસાદની આગાહી છે. આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આગામી 24 કલાક સુધી છોટાઉદેપુરમાં ભારેથી અત્યંત ભારે વરસાદને લઈને મોટું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

વધુ હવામાન વિભાગે ચોથા રાઉન્ડની કરેલ આગાહી વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભરૂચ, દાહોદ, પંચમહાલ, વડોદરા, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં ભારે વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં, ખેડા સહિત આણંદ અને નડિયાદમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલની ચોથા રાઉન્ડની આગાહી પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં 2 થી 4 ઓગસ્ટમાં બંગાળની ખાડીમાં મોટા વમળો સાથે ભારે પવન ફૂંકાવાનું શરૂ થશે. આ દિવસો દરમિયાન અરબી સમુદ્ર પણ વધારે સક્રિય બની શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તીવ્ર વરસાદી વહન આવી શકે છે. સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં મોટું જળ પ્રલય આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે જુલાઈ કરતાં વધારે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડશે. જેને કારણે સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થશે અને નદીઓના જળસ્તર વધવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. વરસાદનો ચોથો રાઉન્ડ ગુજરાતમાં ખૂબ જ ભારે રહશે. વરસાદનો ચોથો રાઉન્ડ 15 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તોફાની વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *