ગણેશ ચતુર્થી પર આ વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની અંબાલાલની રુવાડા ઉભા કરે એવી આગાહી, જાણો ક્યાં ક્યાં ખાબકશે?

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં જ વાતાવરણમાં ફેરફારો જોવા મળ્યા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર રાજ્યના હવામાનમાં ઘણા બદલાવો જોવા મળ્યા છે. અલનીનોની અસરને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનો સંપૂર્ણ રીતે કોરો ધાકડ જોવા મળ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી પાંચ દિવસ એટલે કે ગણેશ ચતુર્થી પર ગુજરાતમાં વરસાદને લઈને 101%ની ગેરંટી આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને માહિતી આપતા જણાવ્યું છે કે આજથી જ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય છે. તેમણે કહ્યું છે કે આજથી જ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે આગામી 48 કલાકમાં મજબૂત સ્થિતિમાં પરિણમશે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. તો આ સાથે જ 20 થી 24 સપ્ટેમ્બરની વચ્ચે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ બનશે. એટલે કે હવે સપ્ટેમ્બર મહિના અંતિમ દિવસોમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

16 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ગણેશ ચતુર્થી ઉપર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તો આ સાથે જ મધ્ય ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો આગાહી સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે.

વધુમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ઘાતક વરસાદ પડશે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ, નર્મદા, દાદરા નગર હવેલી, દમણમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં પણ હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ ખેડૂતો સુધી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *