ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, વાવાઝોડા અને વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી, રાજ્યનો આ ભાગ થશે સાફ….
બીપોર જોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા ઉપર ટકોરા મારી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા વાવાઝોડાના પૂર્વે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાવાઝોડા અને વરસાદને લઈને હવામાન વિભાગ પણ સતર્ક બન્યું છે. તાજેતરમાં જ તેમના દ્વારા ભારે વરસાદ અને પવનને લઈને આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ એક વધુ વાવાઝોડા અને વરસાદને લઈને ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળી શકે છે. હાલ દરિયો તોફાની બની રહ્યો છે. પરંતુ આગામી બે દિવસ દરમિયાન એટલે કે 14 જૂન અને 16 જૂને અરબી સમુદ્ર હજુ પણ ઘાતક રીતે તોફાની બની શકે છે. વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના લગભગ 60 ટકા ભાગોમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અને મોટા એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા આ વાવાઝોડાને લઈને થોડાક દિવસ પહેલા જ પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. તેની આગાહી મોટેભાગે સાચી પડતી હોય છે. ફરી એકવાર તેની આગાહી સચોટ નીકળી છે. અંબાલાલ પટેલ વધુ એક નવી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાથી લઈને રાજસ્થાન સરહદ સુધીના ભાગોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે જેને કારણે ભારે પવન સાથે અનરાધાર વરસાદ ખાબકી શકે છે.
બિપોર જોય વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અમદાવાદથી લઈને વડોદરા સુધી, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 14 થી 16 જૂનની વચ્ચે ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને કારણે વરસાદની સાથે સાથે વીજળીના કડાકા અને ભડાકા પણ જોવા મળી શકે છે જેને કારણે પશુઓને ભારે નુકસાન થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 13 જૂન થી 16 જૂન સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફુકાઈ શકે છે. 15 જૂને બપોરે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની ઘાતકી અસર દેખાશે. વાવાઝોડું 15 તારીખે કચ્છના દરિયામાં ટકરાવા જઈ રહ્યું છે. ત્યારે પવનની ગતિ 250 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળશે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.