ધોળા દિવસે અંધાર પટ્ટ છવાશે, ગુજરાતના આ ભાગોમાં ભયંકર વરસાદ પડવાની અંબાલાલ પટેલે કરી ધબકારા વધારે એવી આગાહી…
રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલ છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ વાવાઝોડાની અસર હવે પૂર્ણ થઈ છે. વાવાઝોડાને લીધે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ હવે વરસાદે વિરામ આપ્યો છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં જળબંબાકાર કરે તેવા ભયંકર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું ગુંચવણ ભર્યું જોવા મળ્યું છે. દર વર્ષે સામાન્ય રીતે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં 10 થી 12 જુનની વચ્ચે વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ વાવાઝોડાની અસરને કારણે કેરલથી ચોમાસું આગળ વધ્યું નથી. આ વર્ષે અંદબાર અને નિકોબાર ટાપુઓમાં પણ વરસાદની માત્રા ઓછી જોવા મળી રહી છે.
બંગાળની ખાડીમાં ભારે હવાનું દબાણ સક્રિય થતા ગુજરાતમાં 26 જૂન થી 30 જૂની વચ્ચે જળબંબાકાર કરે તેવા ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદીઓની જળ સપાટીમાં વધારો થઈ શકે છે. તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.
વધુમાં અંબાલાલ પટેલ જણાવ્યું છે કે જૂન મહિનાના અંતિમ દિવસોમાં અને જુલાઈના શરૂઆતના દિવસોમાં રાજ્યના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક સારામાં સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ 26 અને 28 જૂનમાં ડિપ્રેશનમાં ફેરવાઇને ગુજરાતના ભાગો તરફ આગળ વધશે. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે સાબરમતી, નર્મદા અને તાપી નદીની જળ સપાટીમાં ધરખમ વધારો જોવા મળશે. તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી શકે છે. વાવાઝોડાની વિપરીત અસરને કારણે આ વર્ષે ભારતમાં ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળી શકે છે.
હવામાન અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો નથી. તેવા વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આઠ જુલાઈ સુધીમાં કચ્છ સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.