હવે આ છેલ્લો રાઉન્ડ લખી લેજો, આ તારીખથી ગુજરાતમાં ફરી શરૂ થશે આભ ફાડે એવો વરસાદ, પરેશ ગોસ્વામીએ કરી ઇન્દ્રનું સિંહાસન ધ્રુજાવે એવી આગાહી…
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજુ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં હજુ એક રાઉન્ડ આવવાની સંભાવના છે.
ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય નથી લીધી…સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે…પાકિસ્તાનમાં બનેલુ સાઇક્લોન ગુજરાત તરફ ન આવતા ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વરસાદ જોવા મળ્યો નથી…જો કે બંગાળની ખાડીમાં છેલ્લા એક અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે…આ સિસ્મટ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે….જેથી 24 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમં વરસાદ શરૂ થશે…4થી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસે તેવી શક્યતા દેખાઈ રહી છે…
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે 24મી સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. જેની અસર રાજ્યના 60-70 ટકા વિસ્તારમાં જોવા મળશે. આ દરમિયાન 2થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની સંભાવના છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ હશે. તેમણે કહ્યું કે નવરાત્રિ દરમિયાન પણ વરસાદની સંભાવના છે. ઓક્ટોબરમાં પણ વરસાદ પડી શકે છે. ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાંતે કહ્યું કે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે.
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે…ત્યારે આગામી ચાર દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે…સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં મધ્યમ વરસાદ અને અમદાવાદ-ગાંધીનગર હળવો વરસાદ વરસી શકે છે…હાલ વરસાદનું જોર ઘટતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે…ઉલ્લેખનીય છે કે એક જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે…જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે…