હવે વરુણદેવ વિફર્શે, ગુજરાતના આ ભાગોમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક વરસાદ પડશે, જાણો IMDની ભયાનક ચેતવણી…

ગુજરાત ઉપર આકાશમાંથી જાણે કુદરતી આફત આવી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે નક્કી વરુણ દેવ વીફર્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. ગુજરાતમાં આખરે ગરમી અને બફારા બાદ ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આભ ફાટ્યું હતું. ભારે વરસાદને કારણે જૂનાગઢ અને નવસારીના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ મોટી માત્રામાં નુકસાની થઈ છે. ત્યારે હવે હજુ પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની ભારતીય હવામાન વિભાગની મોટી આગાહી સાથે ચેતવણી સામે આવી છે.

ઉત્તર પ્રદેશ, હિમાચલ અને દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ આપત્તિ જનક વરસાદ પડવાની મોટી આગાહી IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ આગાહી જાણીને તમે પણ ફફડી ઉડશો. જે રીતે ગઈકાલે ગુજરાતમાં વરસાદ પડ્યો છે. તેવો જ વરસાદ આગામી દિવસોમાં ફરી તબાહી મચાવી શકે છે. જુનાગઢ શહેરમાં ગઈકાલે 40 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં શનિવારે પડેલા તબાહીના વરસાદના કારણે રાજ્યમાં હાલ સ્થિતિ વણસી ગઈ છે. ભારે વરસાદ બાદ જુનાગઢ અને નવસારીના અનેક વિસ્તારોમાં તબાહી જોવા મળી છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ગુજરાતની નદીઓ બે કાંઠે વહી શકે છે. તો કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 27 તારીખ સુધી આફતનો વરસાદ પડી શકે છે જેને કારણે ગુજરાત વાસીઓને સાવધાન રહેવાની મોટી સુચના ભારતીય હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હાલત હજુ પણ ખરાબ થઈ શકે છે. જેને લઈને નેશનલ હવામાન સેન્ટર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર જુનાગઢ, વિસાવદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ અને કચ્છમાં 27 તારીખ સુધી રેકોર્ડ બ્રેક વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના લોકોને જરૂરિયાત સિવાયના કામો વગર ઘરની બહાર નીકળવાની સખત મનાઈ કરી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *