હવે સૌરાષ્ટ્રનું આવી બન્યું, ઘાતક સિસ્ટમ આ વિસ્તારોમાં કરશે જળહોનારત, અંબાલાલ પટેલે કરી આભ ફાડી નાખે એવી આગાહી…
ઘણા દિવસોથી સંપૂર્ણ ગુજરાત કોરું ધાકડ છે પરંતુ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે. પાંચ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ફેરફારો જોવા મળ્યા છે. વાદળછાયુ વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ ઘાતક સિસ્ટમની દિશા સૌરાષ્ટ્ર તરફ ફંટાશે અને આ વિસ્તારોમાં મહાજળ પ્રલય કરે તેવા વરસાદ પડવાની મોટી આગાહી વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 19 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાની ભીતિ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં પુર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે. હાલ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોમાં તબાહી મચાવી રહી છે. આ સિસ્ટમ હવે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર ઉપર ફંટાઈ શકે છે. જેને કારણે રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા એમ પણ કહ્યું છે કે આ સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમની વધુ માત્રામાં અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે. આ વિસ્તારોમાં એક સાથે આભ ફાટે તેવો 10 થી 15 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકી શકે છે. જુનાગઢ અને નવસારી જિલ્લામાં જુલાઈ મહિનામાં પડેલ વરસાદ જેવો ઘાતકી વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડી માંથી આવી રહેલા આ સિસ્ટમ જેમ જેમ સૌરાષ્ટ્ર નજીક આવી રહી છે તેમ તેમ મહાકાય સ્વરૂપ ધારણ કરી રહે છે. આ સમગ્ર સિસ્ટમ આખા ગુજરાતને આવરી લે તેવી છે. વરસાદનું આ વહન ખૂબ જ ભારે રહી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ લગાવી રહ્યા છે. આજથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમની અસરથી ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આભ ફાડે તેવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ, ભરૂચ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, ખેડા, નડિયાદ, સહિતના વિસ્તારોમાં પુર અને જળંબાકાર કરે તેવા ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી પહોંચી શકે.