હવે સૌરાષ્ટ્રનું આવી બન્યું! બંગાળની ખાડીમાં આ તારીખે બનશે બીજું લો પ્રેશર, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી…
મિત્રો, પહેલા લો પ્રેશરની વાત કરીએ તો મધ્યપ્રદેશ સુધી લો પ્રેશર આવ્યા બાદ વિપરીત પરિબળો એ લો પ્રેશરને ગુજરાતની ઉપર આવવા ન દીધુ જેના લીધે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ આવ્યો જ્યારે પૂર્વ સૌરાષ્ટ્, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ સારો વરસાદ આવ્યો તો એની સિવાયના વિસ્તારોમાં ખાસ ફાયદો મળ્યો નહિ.
તો હવે જેને વરસાદ નથી આવ્યો તેનું શુ? તેને ચિંતા કરવાની જરૂર નથી, બેક ટુ બેક બે ત્રણ લો પ્રેશર બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બીજુ લો પ્રેશર 13 તારીખ આસપાસ બનશે તેનું આગોતરા અનુમાન વ્યક્ત કર્યું છે અને. જે લો પ્રેશરને ગુજરાત સુધી પહોંચવામાં નડતરરૂપ પરિબળો ઓછા હોવાથી તે લો પ્રેશર સીધુ ગુજરાત સુધી પહોંચી જાય તેવી સારી શકયતા છે.
10 થી 14 તારીખ સુધી હવે વરસાદના વિસ્તાર સાવ ઘટી જશે છુટા છવાયા ક્યાંક સારા ઝાપટા તો ક્યાંક હળવા મધ્યમ ઝાપટા પડી શકે બાકી મોટાભાગના વિસ્તારમાં વરસાદમાં ગતિવિધિ જોવા નહીં મળે. ત્યારબાદ 13 તારીખે લો પ્રેશરની અસર થી 15 તારીખ થી ફરી વરસાદની ગતિવિધિ વધવાનું ચાલુ થઈ જશે અને ઘણો સારો રાઉન્ડ આવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ બીજું લો પ્રેશર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસાવી શકે છે એટલે કે હવે સૌરાષ્ટ્ર વાળાનું આવી બન્યું, પ્રથમ લો પ્રેશર યુ ટર્ન લે તેવી વાત પણ સામે આવી છે. પરંતુ આ સિસ્ટમ બાદ તરત જ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે.