હવે ગુજરાતનું આવી બન્યું, વાવાઝોડાએ મોડી રાતે બદલી દિશા, આ જિલ્લાઓમાં તાત્કાલિક આપ્યું રેડ એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી…
ગુજરાતમાં વાવાઝોડાને લઈને ખરાબ અને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે તે હવે નક્કી ગુજરાતને ધમરોળી શકે છે. બીપોર જોય વાવાઝોડાએ મોડી રાતે પોતાની દિશા બદલી છે અને હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે બીપોર જોય હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 200 કિલોમીટર દૂર રહ્યું છે. છેલ્લા 6 કલાકમાં આ મોટું ભયાનક ચક્રવાત 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની દિશા બદલાતા સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ ઉભો થયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક વાવાઝોડાને લઈને એક મહત્વની બેઠક પણ બોલાવવામાં આવી છે.
વાવાઝોડાનો ઘેરાવો હાલ દરિયામાં 1000 કિલોમીટર કરતા પણ વધારે છે. આ વાવાઝોડાના કેન્દ્રબિંદુનો ઘેરાવો અંદાજે 50 કિલોમીટર સુધીનો દેખાઈ રહ્યો છે. વાવાઝોડાની સંભવિત અસરને કારણે આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને હાલ તમામ દરિયાકાંઠાઓ ખાલી કરવામાં આવ્યા છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં નવ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે.
ચક્રવાતની દિશા એકાએક બદલાતા હવામાન વિભાગ અને રાજ્ય સરકાર સતત આ વાવાઝોડાની હલચલ ઉપર નજર રાખી રહ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાની સાથે બંગાળની ખાડીમાં પણ એક હળવું હવાનું લો પ્રેશર ઉત્પન્ન થયું છે. આ હળવું હવાનું દબાણ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયું છે. પરંતુ હાલ બીપોર જોય વાવાઝોડુંની દિશા બદલાતા ગુજરાત ઉપર મોટું સંકટ આવી પડ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં આવવા વાવાઝોડું વધુ તીવ્ર અને મજબૂત બની શકે છે. વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર ટકરાઈ શકે છે. જેને કારણે પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, કચ્છ, ભુજ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, નવસારી, વલસાડ, સુરત આટલા જિલ્લાઓમાં અને દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં તાત્કાલિક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.