હવે નક્કી જળબંબાકાર થશે, આ વિસ્તારમાં 50 થી 55 ઇંચ વરસાદ પડવાની રમણીકભાઈ વામજાએ કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…

સમગ્ર રાજ્યમાં હાલ પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે. સક્રિય સિસ્ટમને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા રમણીકભાઈ વામજાએ આ વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં 50થી 55 ઇંચ વરસાદ પડવાની ભુક્કા કાઢે તેવી આગાહી વ્યક્ત કરી છે.

જુનાગઢ જિલ્લાના વંથલીના રહેવાસી રમણીકભાઈ વામજાએ આ વર્ષે ચોમાસા દરમિયાન કેવો વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી આપી છે. રમણીકભાઈ વામજા છેલ્લા 35 વર્ષથી ચોમાસાને લઈને સચોટ આગાહી કરે છે. આ વર્ષે પણ તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે રેવતી, અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ચોમાસું બગડવાના જે સંજોગો ઊભા થયા હતા. તે ભડલી વાક્યો અનુસાર કૃતિકા નક્ષત્રમાં વરસાદે ધોઈ નાખ્યા છે.

નૈઋત્યુંનું ચોમાસુ હાલ ગુજરાતના બારણે આવી પહોંચ્યું છે. આગામી બે દિવસમાં રાજ્યના વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હાલ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં ગઈકાલે અને વેહલી સવારે પવન અને ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો છે. તો આ સાથે જ સુરત સહિત ભરૂચ અને અંકેશ્વરમાં વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યા છે.

રમણીકભાઈ વામજા આગાહી કરતા વધુમાં કહ્યું છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 16 આની વર્ષ રહેવાના સંકેતો મળી રહ્યા છે. ભાદરવા મહિનામાં સૌરાષ્ટ્રના લગભગ 40 થી 45 ડેમો ઓવરફ્લો થઈ જશે. આ વર્ષે રાજ્યમાં ત્રણ તબક્કામાં વાવણી થવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં આ વર્ષે વલસાડ, અમરેલી ભાવનગર જિલ્લામાં સૌથી પહેલા વાવણી થવાની શક્યતા દેખાઈ રહી છે. બનાસકાંઠા અને તેને અડીને આવેલા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદ પડશે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં આ વર્ષે 50 થી 55 ઇંચ વરસાદ પડવાની ભુક્કા કાઢે તેવી આગાહી રમણીકભાઈ વામજા દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે વધુ પડતી ગરમીને કારણે સાપ અને વીંછી કરડવાના બનાવો વધુ જોવા મળશે. તો આ સાથે જ આ વર્ષે ચોમાસા દરમિયાન વીજળી પડવાના બનાવો પણ વધુ માત્રામાં જોવા મળી શકે છે. આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળીનું ભરપૂર માત્રામાં ઉત્પાદન જોવા મળશે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *