હવે નક્કી રેલો આવશે, એક સાથે 6-6 સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં મચાવશે તબાહી, હવામાન વિભાગની થરથરી જાય એવી આગાહી….

રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ હજુ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે, જે રાહત મળે તેવા વરસાદની રાહ જોઇ રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થવાનું છે. રાજ્યમાં સમય કરતાં ચાર દિવસ વહેલું પહોંચેલું ચોમાસું સ્થિર થઇ ગયું છે. હવે તે આગળ વધે તેની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન જ એક સારા સમાચાર એ સામે આવ્યા છે કે, હવે ચોમાસાને વેગ મળવાના પ્રબળ સંકેત દેખાઇ રહ્યા છે. કેમ કે, ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે. સાથે જ ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે. જેની આગામી સમયમાં અસર વર્તાશે.

ગુજરાત સહિત દેશભરમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે. કેમ કે, અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે.બીજી બાજુ, આ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ ભેજવાળા પવનોનું પ્રમાણ વધતાં ચોમાસાને વેગ મળવાના સંકેત છે.

આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસું 11મી તારીખે નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ હજુ પણ તે ત્યાં જ છે. ગુજરાતમાં ચોમાસું નબળું પ્રવેશ્યું હતું જેના કારણે તે હજી ત્યાં જ છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, નોર્થ ઇસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવાામાં આવી છે.

ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યુ છે કે, આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી,ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમા દિવસે એટલે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *