હવે નક્કી ઘોબા ઉપડશે, ગુજરાતમાં આ તારીખે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી લાકડા જેવી આગાહી…
રાજ્યમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે ભારે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહશે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે અને ગરમીમાંથી રાહત મળી શકે છે. સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની સંભાવના રહેશે. કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ રહેલી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધી શકે અને દરિયા કિનારાના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાશે. તેજ પવનની ગતિના કારણે ઉભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે.
વાવાઝોડા અંગે જણાવતા કહ્યું કે, 14 એપ્રિલ બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જશે અને 26 એપ્રિલ બાદ તો ખતરનાક વાવાઝોડામાં બંગાળના ઉપસાગરમાં બનશે. ટોપિકલ સ્ટ્રોમ ગતિવિધિ વધુ રહેશે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે અને 10મી મેથી ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી સાથે થવાની શક્યતાઓ રહેશે અને રોહિણી નક્ષત્ર તપશે. 5 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વાવાઝોડાના કારણે સાયક્લોનિક વરસાદ વહેલો આવી શકે.
બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર ગુજરાતમાં ભારે આંધી, વંટોળ અને પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. જોકે આમ પણ એપ્રિલમાંથી આંધી, વંટોળ અને પવનની ગતિ, વાદળ વાયુની શક્યતાઓ રહેતા તેની અસર થવાની શક્યતાઓ રહેશે.