હવે ચોક્કસ ગુજરાતના આ ભાગોમાં નવરાત્રી બગાડશે વાવાઝોડું, સોનાના પત્રમાં લખી લેજો, અંબાલાલ પટેલે ચોખ્ખા શબ્દોમાં કરી ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
ગુજરાતમાંથી હવે ચોમાસાએ વિદાય લીધી છે. આ વર્ષે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 100%થી વધારે વાર્ષિક વરસાદ નોંધાયો છે. પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદમાં થોડીક અછત જોવા મળી છે. ગુજરાતમાંથી ચોમાસુ તો વિદાય લીધું છે પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રીમાં વાવાઝોડું આવવાની ભુક્કા કાઢે એવી આગાહી સામે આવી છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવાર અને રાત્રિના સમયે ગુલાબી ઠંડી અને બપોરે ચામડી દઝાડે તેવો તડકો અને બફારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં મોટી હલચલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 11 ઓક્ટોબર પછી ચીનના દક્ષિણ ભાગમાં સક્રિય થયેલ વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં આવશે.
જેને કારણે બંગાળની ખાડી વલોવતી હોય તેવું જોવા મળશે. આ અસરના ભાગરૂપે અરબી સમુદ્રમાં પણ મોટા વાવાઝોડા સક્રિય થવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 11 થી 14 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં મોટી સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થશે. જે 17 થી 18 ઓક્ટોબર એટલે કે નવરાત્રીની મધ્યમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને ધમરોળી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે નવરાત્રી બગાડવાની આગાહી ચોખ્ખા શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં અંબાલાલે જણાવ્યું કે, બીજા વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વીય તટો પરથી ગુજરાત તરફ આવી શકે તેવી પણ શક્યતા છે. સાથે જ અરબ સાગરની હલચલની પણ અસર ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જ્યારે 17થી 20માં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા રહેશે. 17થી 19માં અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે. આ સ્ટ્રોમ મજબૂત હશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.