હવે નક્કી ગુજરાતનો આ ભાગ થશે સાફ, ક્યારેય ન જોયું હોય એવું વાવાઝોડું મચાવશે તબાહી, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે એકસાથે કરી આંચકો લાગે એવી આગાહી..

ભારતીય હવામાન વિભાગ (IMD) એ એક ચોંકાવનારી આગાહી કરી છે જેમાં વળી પાછો વાવાઝોડાનો ખતરો હોવાનું જણાવ્યું છે. વિભાગના એક્સટેન્ડેડ રેન્જ આઉટલૂક (ERO) મુજબ ઉત્તરી હિંદ મહાસાગરમાં ગુરુવારે સાઈક્લોનિક ડેવલપમેન્ટ શરૂ થઈ ગયું છે. જેની અસર  બંગાળની ખાડી અને અરબ સાગરમાં જોવા મળશે.

ચક્રવાત ઊભું થઈ રહ્યું છે!
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પૂરેપૂરી સંભાવના છે કે 3 અને 4 નવેમ્બર વચ્ચે બંગાળની  ખાડીના મધ્યમાં એક નવું તોફાન પેદા થાય. સમુદ્રી સપાટીનું તાપમાન અને મેડેન જૂલિયન ઓસીલેશન (MJO)ના કારણે વિસ્તારમાં આ તોફાનના જન્મને વધુ મજબૂતી મળતી જોવા મળી રહી છે. તેની શરૂઆત થઈ ગઈ છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે. ઓડિશાના તટ પર આગામી અઠવાડિયે વધુ એક ચક્રવાતી તોફાન ત્રાટકી શકે છે.

અરબ સાગરમાં પણ સાઈક્લોનિક ડિસ્ટર્બન્સ?
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઉત્તરી આંદમાન સાગરમાં 2 નવેમ્બરની આસપાસ સાઈક્લોનિક સર્ક્યુલેશન જમા થવાનું શરૂ થઈ જશે. ધીરે ધીરે તે ઓડિશાના તટ તરફ આગળ વધશે. એ પણ શક્ય છે કે આ બધા વચ્ચે અરબ સાગરમાં પણ આ પ્રકારનો માહોલ બને. ત્યાં પણ સાઈક્લોનિક ડિસ્ટર્બન્સ થઈ શકે છે. સમય મર્યાદા પણ લગભગ આ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે  બદલાતા હવામાનના પગલે સલાહ આપી છે કે તે સમય દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગર બંને સમુદ્રોમાં કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરતા બચવું જોઈએ. નેવીને પણ જણાવી દેવાયું છે કે તેઓ પોતાનું કામકાજ રોકે. કારણ કે તોફાન આવે કે ન આવે પરંતુ સમુદ્રમાં ઘણી ઊંચી લહેરો ઉઠી શકે છે.

આ સાથે જ આંદમાન અને નિકોબર દ્વીપ સમૂહમાં પર્યટકોને રોકવાની સલાહ અપાઈ છે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા કહેવાયું છે. આ સાથે જ કોઈ પણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર રહેવાનું કહેવાયું છે. ઓડિશા સરકાર અને કેન્દ્ર સરકારને પણ તોફાન આવતા પહેલાની તમામ તૈયારીઓ પૂરી કરવાની સલાહ અપાઈ છે.

શું કહે છે ગુજરાત રાજ્ય હવામાન વિભાગ
રાજ્ય હવામાને ગુજરાત માટે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. 2થી 5 નવેમ્બરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી કરાઈ છે. 9 નવેમ્બરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 2 નવેમ્બરે અમરેલી, ડાંગ, નવસારી ,વલસાડ, દમણ ,દાદરા નગર હવેલી મા ભારે વરસાદની આગાહી છે.વધુમાં અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

અંબાલાલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે આગામી 7 થી 8 તારીખે માવઠા પડશે. 2 નવેમ્બર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 8 થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. તેમની આગાહી મુજબ 2 થી 4 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.  1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાત માં કમોસમી વરસાદ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *