હવે પૂરું, ગુજરાતમાં વરસાદ/વાવાઝોડાનો ખતરો? શું મોટી નવાજૂની થશે? પરેશ ગોસ્વામીએ કરી મગજ છટકાવે એવી આગાહી…
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી સાથે વરસાદ અને વાવાઝોડુ આવવાની આગાહી કરી છે. 23 તારીખથી ગુજરાતમાં તાપમાન ઊંચું જવાની સંભાવના સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પરેશ ગોસ્વામી આગાહી કરી છે. આ સાથે તેમણે મે મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી જાહેર કરી છે. મે પછી જૂન મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આકરી ગરમી સાથે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી શક્યતા છે. આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની આગાહી પરેશ ગોસ્વામી એ કરી છે. ફરી એકવાર ગુજરાતમાં 25 મેથી તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. 25 થી 27 તારીખના સમય ગાળામાં આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વ્યક્ત કરી છે.
25થી 27 મે દરમિયાન ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ આગાહી કરાઈ છે. જેમાં વરસાદ કે ઝાપટાં થાય તેની શક્યતાઓ ઓછી જણાય રહી છે.
પરેશ ગોસ્વામીએ 26થી 30 મેના સમય ગાળામાં એકલ-દોકલ વિસ્તારો પર ઘાટાં વાદળો હોય અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડે તેવું જણાવ્યું છે. બાકી મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી.
અગાઉ એપ્રિલના અંતમાં માવઠાની સંભાવનાઓ હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાતા માવઠાની શક્યતા રહી નથી.
પરેશ ગોસ્વામીએ વાવાઝોડાને લઈને મોટું અનુમાન પણ વ્યક્ત કર્યું છે, સામાન્ય રીતે દર વર્ષે મે અને જૂન મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થતાં હોય છે, દર વર્ષની સાપેક્ષમાં આ વર્ષે પણ અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે, અરબી સમુદ્રમાં સક્રિય થતુ વાવાઝોડું ગુજરાતને ખૂબ જ અસર કરતા હોય છે, આ વખતે બે મહિનાના અંતિમ દિવસોમાં એક ચક્રવાત સર્જાવાની શક્યતા પરેશ ગોસ્વામીએ આપી છે, ચક્રવાત રાજ્યમાં કંઈક મોટી નવાજૂની કરી શકે છે.