હવે કામ માંથી ગ્યાં, આ તારીખે આંધી, તોફાન, વરસાદ અને વાવાઝોડું રાજ્યમાં તબાહી મચાવશે, અંબાલાલની ભયાનક આગાહી…
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની મધ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 12 થી 16 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 12થી 16 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 12થી 16 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
વલસાડનો તીથલનો દરિયો એકાએક તોફાની બન્યો છે. ગઈકાલે તિથલ બીચ ઉપર 8 થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના મોજા બીચ પર બનવવામાં આવેલ વોકવે સુધી ઉછળ્યા હતા.