હવે વરસાદની રાહ ન જોતાં, ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની હવામાન વિભાગે કરી મોટી જાહેરાત, જાણો અંબાલાલે શું કહ્યું??
ગુજરાતમાંથી આજથી જ ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. જેને લઈને હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે. ચોમાસાની વિદાય થતાની સાથે જ વહેલી સવારથી જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવાર અને મોડી રાતથી ગુલાબી ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. અને બપોરે ગરમી અને બફારોનું પ્રમાણ જોવા મળી રહ્યો છે. એકંદરે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
ગુજરાતમાં આ વર્ષે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને બાકી રાખતા મોટા ભાગના વિસ્તારોમાં 100% થી વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ દોઢ એક મહિના સુધી બેવડી ઋતુનો અનુભવ થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વર્ષે અલીનોની અસરને કારણે રાજ્યમાં શિયાળાની થોડીક મોટી શરૂઆત થઈ શકે છે.
ચોમાસાની વિદાય વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડા સક્રિય થવાનું મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે તો આ સાથે જ નવરાત્રી દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ પણ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ થવાની શક્યતા અગાઉ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તે મુજબ 7 ઓક્ટોબરે એટલે કે આજથી જ બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળી રહી છે. જેને કારણે તેની અસર અરબી સમુદ્રમાં પણ જોવા મળશે. 11 થી 14 ઓક્ટોબરની વચ્ચે મોટી સાઇક્લોનિક એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન 17 થી 20 ઓક્ટોબરમાં મોટા વાવાઝોડા બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે છૂટો છવાયો ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ ભારે રહી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.