હવે તો મર્યા સમજો, અંબાલાલ પટેલે વાવાઝોડાંને લઈને કરી ધ્રુજાવી નાખે એવી આગાહી, તાંબાના પત્રમાં લખી લેજો…
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો અને લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક ચોંકાવનારી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂને આ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાશે એ નક્કી થઈ ગયું છે. જેને કારણે તારાજી સર્જાશે.
તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં એક મોટું ભારે હવાનું દબાણ ઉત્પન્ન થવાને કારણે ભયાનક બીપોર જોય વાવાઝોડાનો જન્મ થયો છે. તેની તોફાની અસર હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ અસરમાં હજુ વધારો થઈ શકે છે જેને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી સંભાવના વ્યક્ત કરી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સક્રિય થયેલા આ તીવ્ર વાવાઝોડું છેલ્લા 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આ વાવાઝોડાની અસર આગામી પાંચ દિવસ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની ઘાતક અસર જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી જ વાતાવરણમાં મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે. ખેડૂતોને ઘણું નુકશાન થયું છે. અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું છે કે 15 જૂન સવારથી જ રાજ્યમાં આંધી વંટોળ અને વરસાદનું પ્રમાણ વધી શકે છે. અરબી સમુદ્રમાં ગાંડો તુર બન્યો છે. આ વાવાઝોડુ ગુજરાતમાં ખૂબ જ તારાજી સર્જી શકે છે.
15 જુને અરબી સમુદ્રમાંથી બનેલ વાવાઝોડું ગુજરાતમાં તબાહી મચાવશે. કચ્છના દરિયા કિનારે 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ટકરાશે અને મહાવિનાશ સર્જાશે. આ સક્રિય સિસ્ટમને કારણે ખાસ કરીને કચ્છ, ઉત્તર- મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ તેની વિશેષ અસર જોવા મળશે.