હવે માલ-ઢોરને સુરક્ષિત જગ્યાએ રાખી દેજો, પાંચ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં રીતસરનું મેઘતાંડવ થશે, હવામાન વિભાગની બધું તણાઈ જાય એવી આગાહી…
રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ પણ લીધો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો વાર્ષિક 40થી 50% સુધી વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદી માહોલ સક્રિય થવાની મોટી આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ફરી આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં મધ્યમથી હળવો તો કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જેમાં વલસાડ, તાપી, ડાંગ, અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે અરવલ્લી, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં આજે ભારે વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 31 તારીખે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદને લઈને મોટી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
1 ઓગસ્ટે તાપી, વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરા, અમરેલી, ભાવનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટ ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, વડોદરા, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 2 થી 4 ઓગસ્ટે ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નર્મદા, કચ્છ, દ્વારકા, જામનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં જ બંગાળની ખાડીમાંથી આવી રહેલ જોરદાર વહનને કારણે ફરી એકવાર સાર્વત્રિક વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.