હવે ગુજરાતનો વારો, સાંજ સુધીમાં આ જિલ્લાઓમાં ‘ભારે વરસાદ’ની હવામાન વિભાગની ચેતવણી, જાણો હવામાન અપડેટ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, સાઉથ-વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે આજે ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવના છે.
આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
અને આ જિલ્લાઓમાં યેલો એલર્ટ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યેલ્લો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.