હવે નક્કી મર્યા સમજો, આ તારીખે એક નહીં બે વાવાઝોડા મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તપતા તાપ વચ્ચે કયાક કમોસમી માવઠું વરસ્યું છે. જો કે, કમોસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમણે બે ચક્રવાત આવવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વંટોળની આગાહી કરતા કહ્યું કે, 24 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. વધુમાં કહ્યું કે, ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 20મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.
વધુમાં પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. 14-15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે. 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારૂ રહેશે.