હવે નક્કી ગુજરાતનું આવી બન્યું, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય, આ ભાગોમાં પવન સાથે આફતનો વરસાદ પડવાની અંબાકાકાની નવી આગાહી…

ગુજરાતમાં આજથી વરસાદી માહોલ સક્રિય થવાની મોટી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. ગુજરાત ઉપર એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ સાયક્લોનિક સિસ્ટમો સક્રિય થઈ છે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાત પર તોફાની વરસાદ પડી શકે છે. અંબા કાકાની આગાહી વિશે વિગતવાર માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું.

ગુજરાતમાં આવતીકાલથી ચોમાસુ ફરી ધમધમાટ બોલાવી શકે છે. ગુજરાતના વાતાવરણમાં એક સાથે ત્રણ સર્ક્યુલેશન સિસ્ટમમાં સક્રિય થવાથી આગામી પાંચ દિવસ તીવ્ર વરસાદી માહોલ સક્રિય થશે. જેને લઈને મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમનો સક્રિય થતા ચોમાસાનો ત્રીજો રાઉન્ડ આવતીકાલથી જ ગુજરાતમાં ધબધબાટી બોલાવી શકે છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબા કાકાએ જણાવ્યું છે કે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થવાના સંકેતો ચોખ્ખા દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે નવજાત ઉગેલો પાક હવે નિષ્ફળ થઈ શકે છે. જુલાઈ મહિના બાદ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાત પાણીથી તરબોળ થશે તેને લઈને મોટી સંભાવના આપી છે.

અંબાલાલ પટેલે 17 જુલાઈથી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘ તાંડવ અને આફતના વરસાદને લઈને મોટી શક્યતા વ્યક્ત કરી છે. અંબા કાકાની આગાહી મુજબ 17 જુલાઈ એ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી, 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી.

19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, 20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *